New Update
બુઢ્ઢા અમરનાથની યાત્રાનો ઉત્સાહ
ભરૂચથી વીએચપી અને બજરંગદળની યાત્રા
કાશ્મીરના રાજોરીમાં આવ્યું છે બુઢ્ઢા અમરનાથનું મંદિર
ભરૂચના ભક્તો રેલ માર્ગે યાત્રા માટે રવાના
પરિવારજનો અને મિત્રોએ શુભયાત્રાની પાઠવી શુભેચ્છા
ભરૂચના શિવભક્તો રેલ માર્ગે બુઢ્ઢા અમરનાથની યાત્રા માટે રવાના થયા હતા,યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાશ્મીરના રાજોરી અને પુંજ વિસ્તારમાં આવેલ બુઢ્ઢા અમરનાથના દર્શને ભરુચના ભક્તો ટ્રેન દ્વારા રવાના થયા હતા.વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 2005 થી બુઢ્ઢા અમરનાથ ની યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે થી સ્વરાજ એક્સપ્રેસમાં બાબાના ભક્તો જયઘોષ સાથે રવાના થયા હતા.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, બિપિન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને યાત્રાળુઓના સ્વજનોએ ઉપસ્થિત રહી સુખરૂપી યાત્રાની શુભેચ્છા સાથે ભાવભરી વિદાય આપી હતી.
Latest Stories