ભરૂચ: કેન્દ્ર સરકારની સૂચિત ઇલેકટ્રીસીટી પોલીસીનો વીજ કર્મચારીઓનો વિરોધ, ખાનગીકરણ પર રોક લગાવવાની માંગ

ફેડરેશને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું,સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • વીજ કંપનીના કર્મચારીઓનું પ્રદર્શન

  • કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રીસીટી પોલિસીનો વિરોધ

  • ખાનગીકરણ પર રોક લગાવવાની માંગ

  • મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ જોડાયા

કેન્દ્ર સરકારની સૂચિત ઇલેકટ્રીસીટી પોલીસીના વિરોધમાં ભરૂચમાં વિજ કંપનીના કર્મચારીઓએ એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ–2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રીસીટી પોલિસી– 2026 સંસદમાં રજૂ થવાની સંભાવનાને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનએ દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે.
જેમાં આજ રોજ ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ જોડાયા હતા.આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તે હોવાથી લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ છે.આ અનુસંધાને ગુજરાતમાંથી જીઈબીઈએ અને એજીવીકેએના અંદાજે 7 હજાર ઇજનેરો સહિત કુલ 45 હજાર કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે. ફેડરેશને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું,સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી છે.
સાથે જ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની માગ ઉઠાવી છે. આ કાર્યક્રમમાં એજીવિકેએસ સેક્રેટરી જનરલ  ચીરાગ શાહ, એજીવિકેએસના ડે.પ્રેસિડેન્ટ અલ્કેશ પ્રજાપતિ, એડિશનલ જનરલ સેક્રેટરી લીગલ  હિરેન મિસ્ત્રી અને સર્કલ સેક્રેટરી ચિંતન ગાંધી સહિતના આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા.
Latest Stories