New Update
/connect-gujarat/media/media_files/2025/06/10/nTzITEhmLX9Ea9Gro2Kc.jpeg)
મહીલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા કાર્યરત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના નેજાહેઠળ અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે ૨ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમર કેમ્પમાં સંકલ્પ હબ દ્વારા દીકરીઓને ગુડ ટચ બેડ ટચ, મહિલાલક્ષી તમામ સેન્ટરોના હેલ્પલાઈન, યોજનાકીય માહીતિ તેમજ પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા આરોગ્ય અને પોષણ તેમજ પૂર્ણા શક્તિ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/06/10/uX0QIGGBsoEJMoOxZTbx.jpeg)
આ સમર કેમ્પમાં ગામના સરપંચ ઈમ્તિયાઝભાઈ, તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન, પાપા પગલી જિલ્લા કો ઓર્ડિનેટર હેમાંગીનીબેન, પૂર્ણા કન્સલ્ટન્ટ પાયલબેન, મુખ્ય સેવિકા કુલસુમ બેન DHEW ટીમમાંથી જેન્ડર સ્પેશિયાલિસ્ટ વર્ષા ગોહિલ અને શેતલ સોલંકી તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories