ભરૂચ જિલ્લાના ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલાના અપમૃત્યુની ઘટનામાં આખરે પોલીસે ફરિયાદ કરી દર્જ

ઝઘડિયા  તાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં લગ્નવિચ્છેદ મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં પોલીસે તેણીના પિતાએ ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી,જેમાં જશોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

New Update

ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલાનો અપમૃત્યુનો મામલો

પોલીસે દુષ્પ્રેરણની ફરિયાદ કરી દર્જ  

પ્રેમી તેની પત્ની સહિત ચાર લોકો સામે નોંધાયો ગુનો 

મૃતક મહિલાના પિતાએ લગાવ્યા ગંભીર આરોપ 

પોલીસે આરોપીઓની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન  

ભરૂચ જિલ્લાના ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલા અપમૃત્યુ કેસમાં આખરે પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,મહિલાના અપહરણ અને આપઘાત માટેના દુષ્પ્રેરણા અંગેનો પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. 

ભરૂચ જિલ્લાના ઝઘડિયાતાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં લગ્નવિચ્છેદ મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં પોલીસે તેણીના પિતાએ ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી,જેમાં જશોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાધિકાના બે વખત છૂટાછેડા થયા છે,અને રાધિકા પોતાના પિતાના ઘરે જ રહેતી હતી,જોકે નટવર વસાવા સાથે તેણીના પ્રેમસંબંધ હતો.

નટવરની પત્ની જશોદા દ્વારા રાધિકાના ઘરે જઈને બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી,અને ત્યારબાદ રાતના સમયે નટવર અને તેના બે અજાણ્યા સાથીદારો રાધિકાના ઘરે ગયા હતા,અને ઘરના સભ્યો સાથે અપશબ્દો બોલીને બળજબરી રાધિકાને પોતાની સાથે લઇ ગયા હતા,અને તેણીના પરિવારજનોને ધાકધમકી આપી હતી.

જોકે ત્યાર બાદ તારીખ 8મી ઓગષ્ટના રોજ નટવરે રાધિકાના ઘરે ફોન કરીને તેણીએ એસિડ પી લેતા સારવાર અર્થે લઇ જવામાં આવી હવાનું જણાવ્યું હતું,પરંતુ વડોદરા SSG હોસ્પિટલમાં રાધિકાએ અંતિમ શ્વાસ લીધો હતો.રાધિકાના પિતા ગણેશ વસાવાની ફરિયાદને આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ આરોપી જશોદા નટવરભાઈ વસાવા તેમનો પતિ નટવર નરસિંહ વસાવા સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.     

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ અને પોલીસના સંકલનને અભાવે રાધિકાના મૃતદેહનું પોસ્ટમોર્ટમમાં વિલંબ થતા ભારે હોબાળો મચ્યો હતો,અને આ મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.આખરે ચકચારી ઘટનામાં ઝઘડિયા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી,અને પોલીસે આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.