/connect-gujarat/media/media_files/2025/09/23/dawoodi-vora-community-2025-09-23-16-07-31.jpeg)
અંકલેશ્વર ઝેનિથ હાઇસ્કુલ ખાતે દાઉદી વોરા સમાજ દ્વારા ચલાવતા પ્રોજેક્ટ રાઈસ NGO ટ્રસ્ટ અંતર્ગત વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ દરમિયાન દાઉદી સમાજના શહેરના આમિર જનાબ મુફદ્દલ બરોડાવાલા, મુલ્લાં અઝીઝ , ટ્રસ્ટના માનદ મંત્રી ખોજેમ વખારવાલા, ટ્રસ્ટી ફકરૂદ્દીન વખારવાલા, ટ્રસ્ટી મોહમ્મદ જાડબીવાલા, ટ્રસ્ટી બુરહાનુદ્દીન અઝીઝ તથા પ્રસ્તુત વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કાર્યમાં જે કડીરૂપ સાબિત થયા તેવા સંસ્થાના શુભચિંતક મલેક સલામ હાજર રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/23/zenith-high-school-2025-09-23-16-08-29.jpeg)
શાળામાં 30 વિદ્યાર્થીઓને, તેમના વરદહસ્તે વિનામૂલ્યે યુનિફોર્મનું વિતરણ કરીને, પ્રસ્તુત એનજીઓએ સામાજિક અને શૈક્ષણિક ભાગીદારી નિભાવતા સામાજિક જવાબદારી અદા કરી હતી. આ ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન કાર્યકર અંતર્ગત બીઆરસી વિજય પટેલ તથા મિત્તલ પટેલ તેમજ મિત્તલ આહિરે વિદ્યાર્થીઓને ખુબ સુંદર કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.