New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજન
બી.ઇ.એસ.યુનિયન શાળા દ્વારા આયોજન
જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમ યોજાયો
શાળાના વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમ યોજાયો હતો. ​ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.ઈ.એસ. યુનિયન દ્વારા બે દિવસીય 'જ્ઞાન ગંગોત્રી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 3 અને 4 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
​આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દીવાન, પૂર્વ શિક્ષક સનત રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી.
Latest Stories