ભરૂચ: હાંસોટના અંભેટા ગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાય, પત્નીનું મોત-પતિ ઇજાગ્રસ્ત

ભરૂચના હાંસોટના અંભેટા ગામ નજીક વૃક્ષ સાથે કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર પતિ પત્ની પૈકી પત્નીનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નિપજ્યું હતું

New Update
car accident
ભરૂચ ખાતે રહેતા જેરામભાઈ પટેલ અને તેમના પત્ની ઇલાબહેન આજે સવારના સમયે તેમની કાર લઇ ભરૂચથી હાંસોટ મન દંતરાઈ ગામ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા તે દરમિયાન અંભેટા ગામ નજીક કારચાલકે સ્ટોયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર ઈલાબેનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
તો બીજી તરફ જેરામભાઈને ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે