અંકલેશ્વર હાંસોટ પંથકમાં નવરાત્રીના મધ્યચરણમાં ભારે વરસાદ, ખેલૈયાઓ-ગરબા આયોજકોની ચિંતા વધી

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે

New Update
vlcsnap-2025-09-28-10h03m36s307

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો.

સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે,

જ્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે.હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે.
Latest Stories