/connect-gujarat/media/media_files/2025/10/17/aa-2025-10-17-10-00-30.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર. હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર પણ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરના પુનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે પુનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
ગત રાતથી જ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા હતામ ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પુનગામ નજીક એક્સપ્રેસ વેની જે કનેક્ટિવિટી આપવામાં આવી છે ત્યાં નો રસ્તો પણ સાંકડો છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઇન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.