ભરૂચ : અયોધ્યાનગરના આંગણે હિન્દુ એકતા-ગૌરવ સંમેલન યોજાશે, ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ ભાઈ-બહેનોને આમંત્રણ...

ભરૂચ શહેરના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પટાંગણમાં ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • અયોધ્યાનગર-સંતોષી માતા મંદિરના પટાંગણમાં આયોજન

  • ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ એકતા અને ગૌરવ સંમેલન યોજાશે

  • સામાજિક અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરાશે

  • રામકુંડ આશ્રમના મહંત ગંગાદાસ બાપુનું વિશેષ સન્માન કરાશે

  • કથાકાર પ્રીયાંશું મહારાજ સમાજ માટે તેજાબી વક્તવ્ય આપશે 

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પટાંગણ ખાતે આગમી તા. 21 ફેબ્રુઆરી-2026’ શનિવારના રોજ સાંજે 04:00 કલાકે ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છેત્યારે આ સંમેલનની શરૂઆતમાં દેશની આઝાદીમાં જેઓએ પોતાની જાન ન્યોછાવર કરી છેતેવા વીર અને વીરાંગનાઓની નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષાભજન-સત્સંગ સહિત સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સમાજ સેવા કરતા સામાજિક અગ્રણીઓનું સન્માનપ્રબુદ્ધ નાગરિકોના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.

હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનમાં અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત રામકુંડ આશ્રમના મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે મહંત ગંગાદાસ બાપુના શિષ્ય અને કથાકાર પ્રીયાંશું મહારાજ હિન્દુ સમાજ માટે તેજાબી વક્તવ્ય પણ આપશેત્યારે ગંગેશ્વર વસ્તી દ્વારા તમામ હિન્દુ ભાઈ-બહેનોને આ ભગીરથ કાર્યક્રમમાં જોડાવવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Latest Stories