New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ICDS વિભાગ દ્વારા આયોજન
પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન
આંબેડકર ભવન ખાતે સ્પર્ધા યોજાય
આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરાય
ભરૂચમાં પોષણ ઉત્સવ–૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શન અર્થે રજૂ કરવામાં આવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ–૨૦૨૫ અંતર્ગત આજે ભરૂચ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ આંગણવાડી કાર્યકર બહેનો તથા મહિલાઓએ ટેક હોમ રાશન અને મીલેટનો ઉપયોગ કરીને પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી રજૂ કરી હતી.
સ્પર્ધા દરમિયાન મહિલાઓએ સ્વદેશી અન્નમાંથી બનતી પરંપરાગત તેમજ આધુનિક પ્રકારની વાનગીઓ પ્રસ્તુત કરી હતી. જે પોષક તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે આરોગ્ય માટે અતિ ગુણકારી છે.આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા અને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક પ્રમાણપત્રો અપાયા હતા.
Latest Stories