ભરૂચ: જંબુસરના નોંધણા ગામે ભર શિયાળે ખેતરો ફેરવાયા બેટમાં, વળતરની માંગ

ભરૂચના જંબુસરના નોંધણા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુક્શાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ...

New Update
  • જંબુસરના નોંધણા ગામનો બનાવ

  • ખેતરોમાં પાણી ફરી વળ્યા

  • ખેતીના ઉભા પાકને નુકશાન

  • ખેડૂતોએ વળતરની કરી માંગ

  • નગરપાલિકાની લાઈનના કારણે નુકશાન

ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે ભર શિયાળામાં ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સારોદથી જંબુસર નગરને પીવાના મીઠા પાણી માટે બિછાવેલી લાઈનમાંથી પાણી લીકેજ થવાથી આજુબાજુના ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે.
પાણી ભરાવાના કારણે કપાસ, તુવેર તેમજ દિવેલા જેવા પાકને ભારે નુકસાન થયું છે. મહેનત અને ખર્ચ પાણીમાં વહી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. અનેક ખેતરોમાં હજુ પણ પાણી ઉભું રહેતા પાક સંપૂર્ણપણે નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે.
આ મામલે ખેડૂતો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને નુકસાનગ્રસ્ત પાકનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે. 
Latest Stories