ઇશ્વરસિંહ પટેલ મંત્રી બનતા વતન કુડાદરામાં ઉત્સવનો માહોલ, ભરૂચ- અંકલેશ્વરમાં પણ કરાયુ ભવ્ય સ્વાગત

અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રી મંડળ સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. તેઓના વતન હાંસોટના

New Update

ઇશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

ભરૂચમાં કરાયુ ભવ્ય સ્વાગત

ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું સ્વાગત

આગેવાનો- કાર્યકરોમાં ખુશીનો માહોલ

ફટાકડા ફોડી ઉજવણી કરાય

અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રી મંડળ સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. તેઓના વતન હાંસોટના કુડાદરા ગામમાં ઢોલ નગારા, ફટાકડાં અને શુભકામનાઓ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામલોકો અને સમર્થકોએ ફૂલહાર અને તિલકથી આવકાર કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો.

મંત્રી બન્યા બાદ પ્રથમ વાર વતનમાં પહોંચેલા ઇશ્વરસિંહ પટેલે સૌપ્રથમ ગામના પૌરાણિક મંદિરે પહોંચી  આશીર્વાદ લીધા હતા. મંદિર પ્રાંગણમાં સ્થાનિકોએ વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી હતી. કુડાદરા ગામમાં આ પ્રસંગે મેળા જેવો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર શહેરમાં પણ આગેવાનો, પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ગડખોલ પાટીયા, ત્રણ રસ્તા સર્કલ નજીક તેમનું સ્વાગત કરી અભિનંદન વ્યક્ત કર્યા હતા.
Latest Stories