New Update
/connect-gujarat/media/media_files/2026/02/13/leopard-attack-2026-02-13-11-29-59.jpg)
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે દીપડાએ ડેરી ફાર્મ પર ત્રાટકતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી ત્રણ વાછરડી પર હુમલો કર્યો હતો.
હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બે વાછરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થયા હતા. ગામલોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠાવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવર જોવામાં આવી રહી હતી. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે.
Latest Stories