અંકલેશ્વરમાં માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરાયો,પ્રથમ કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યા યોજાઈ

અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે યોગદાન આપવાના સંકલ્પ સાથે માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ

New Update
  • માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ

  • સામાજિક સેવા ક્ષેત્રે યોગદાનના સંકલ્પ સાથે કરાયો પ્રારંભ

  • ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિતિ 

  • શુભારંભ પ્રસંગે સંગીત સંધ્યાનું કરાયું આયોજન

  • શિક્ષણ,આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરવામાં આવશે પ્રવૃત્તિ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે યોગદાન આપવાના સંકલ્પ સાથે માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ દ્વારા શિક્ષણ,આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ થકી સામાજિક ક્ષેત્રે યોગદાન આપવા નવતર અભિગમના ભાગ રૂપે માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.આ ટ્રસ્ટના શુભારંભ પ્રસંગે ગુજરાતના જાણીતા ગાયક વિવેક રાવ અને તેમના વૃંદની સંગીત સંધ્યાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ સમારોહમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાજિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીઅંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતકારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નિરવ ચેરિટેબલ ટ્રસ્ટના બાબુ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માતો શ્રી ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં શિક્ષણઆરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે કંઈક નક્કર પ્રવૃતિઓ કરી સામાજિક ઉત્થાન ક્ષેત્રે આ ટ્રસ્ટ કાર્યરત બનશે.

Latest Stories