New Update
અંકલેશ્વરમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી
મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલમાં ઉજવણી
માતૃપિતૃ પૂજન દિવસ ઉજવાયો
વિદ્યાર્થીઓએ માતાપિતાનું કર્યું પૂજન
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલમાં વેલેન્ટાઈન ડેની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પદ્માવતી નગર વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલમાં વેલેન્ટાઈન ડેના અવસરે અનોખી રીતે “માતૃપિતૃ પૂજન દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું વિધિવત્ પૂજન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માતા-પિતાને તિલક કરી, આરતી ઉતારી અને પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે વિદ્યાર્થીઓમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન થાય તે હેતુસર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમમાં શાળા પરિવાર, શિક્ષકગણ તેમજ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories