New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
2 સ્થળોએ આયોજન કરાયું
મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયા
તજજ્ઞ તબીબોએ આપી સેવા
જરૂરિયાતમંદોએ લીધો લાભ
અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બે સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જુના દિવા ગામના સિનિયર સીટીઝન હોલ ખાતે વિના મૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તરફ ભરૂચ ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે નિશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિવિધ રોગના તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી જેનો જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.
Latest Stories