ભરૂચ : ચેનલ નર્મદાના 28માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ મીટ વીથ મીડિયા કાર્યક્રમ યોજાયો, ડિરેક્ટરોએ માન્યો શુભેચ્છકોનો આભાર...

ગુજરાતની પ્રથમ સ્થાનિક ચેનલ એવી આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ તારીખ 20 ઓગસ્ટ 2025 ના રોજ પોતાના કાર્યકાળના 27 વર્ષ પૂર્ણ કરી 28 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો

New Update
  • ભરૂચની ચેનલ નર્મદાની સફળ યાત્રાના 27 વર્ષ પૂર્ણ

  • 28માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ વિશેષ કાર્યક્રમ યોજાયો

  • હોટલ રિજેન્ટા ખાતે મીટ વીથ મીડિયા કાર્યક્રમ યોજાયો

  • અગ્રીમ હરોળના પત્રકારોએ વિચારશીલ ગોષ્ઠી રજૂ કરી

  • નર્મદા ચેનલના ડિરેક્ટરોએ માન્યો શુભેચ્છકોનો આભાર 

સમાચારોની સાથે સમાજ સેવાને વરેલી અને ગુજરાતની પ્રથમ સ્થાનિક ચેનલ એવી આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ તારીખ 20 ઓગસ્ટ 2025 ના રોજ પોતાના કાર્યકાળના 27 વર્ષ પૂર્ણ કરી 28 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. મૂળ પત્રકારનો જીવ એવા ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ રૂષિ દવેનરેશ ઠક્કર અને હરેશ જોષી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંજેમાં ગુજરાતના ચાર અગ્રીમ હરોળના પત્રકારોને આમંત્રિત કરી વિવિધ વિષયો ઉપર બૌદ્ધિકએનાલિટિકલ અને વિચારશીલ ગોષ્ઠીનું આયોજન કરાયું.

કાર્યક્રમનો પ્રારંભ નારાયણ વિદ્યાવિહારની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ અને શિવ વંદના  થકી કરવામાં આવ્યો જે બાદ આમંત્રિત મહેમાનો તથા ચેનલ નર્મદાના ડિરેક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ચેનલ નર્મદા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી એ કર્યું હતું તો પ્રાસંગિક ઉદબોધન ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કરે કર્યું. ગુજરાત સમાચારના રેસિડેન્ટ એડિટર અને કટાર લેખક શ્રી વિનોદ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટ વીથ મીડિયા કાર્યક્રમમાં સિનિયર પત્રકાર શ્રી અજય ઉમટશ્રી રોનક પટેલ તથા શ્રી ગોપી ઘાંઘર ઉપસ્થિત રહ્યા હતા. 

અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટે પોતાની આગવી શૈલીમાં ડેટા એનાલિસિસ સાથે ડિજિટલ યુગમાં પત્રકારત્વપડકારો અને તકો વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું.... તો એબીપી અસ્મિતા ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર અને હું તો બોલીશકાર્યક્રમ ફેમ શ્રી રોનક પટેલે રાજનૈતિક જાગૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં પત્રકારિતાનું યોગદાન વિષય ઉપર ધારદાર વક્તવ્ય રજૂ કર્યું. આવી જ રીતે સોશિયલ મીડિયા:ન્યુ કન્સેપ્ટ પ્રમોશન એન્ડ પોપ્યુલરીટી વિષય ઉપર નિર્ભય ન્યુઝના ફાઉન્ડર ગોપી ઘાંઘરે સુંદર વક્તવ્ય આપ્યું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા,  RDC  એન.આર. ધાંધલભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીવાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવવિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદપૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાજિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતી બા રાઉલ ,ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલમહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

ચેનલ નર્મદા પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું. 27 વર્ષ પૂર્ણ કરી 28 માં વર્ષમાં મંગલ પ્રવેશના સેલિબ્રેશન સ્વરૂપે કેક કટીંગ કરવામાં આવ્યું જેમાં ચેનલ નર્મદા પરિવાર જોડાયો. આભાર વિધિ ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિશા ત્રિવેદીએ કર્યું હતું.

Latest Stories