New Update
/connect-gujarat/media/media_files/2025/09/30/netrang-community-health-center-2025-09-30-15-07-50.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૭-સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્ત નાગરીકોના આરોગ્યના સુખાકારી માટે સ્વસ્થ નારી,સશક્ત પરીવાર પખવાડીયા અંતર્ગત નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ મેગા મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/30/health-checkupcamp-2025-09-30-15-08-14.jpg)
જરૂરીયાતમંદ દર્દીઓને દવા અને નાના બાળકોને પોષણક્ષમ આહારની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જી.પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા,નેત્રંગ તાલુકા મેડીકલ ઓફિસર ડૉ.એ.એન.સિંઘ સહિત વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories