ભરૂચ:નંદેલાવ ગ્રામપંચાયતમાં રૂ.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

 ભરૂચ તાલુકાના વિવિધ ગામમાં વિકાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગ્રામ પંચાયતમાં રૂપિયા 46 લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરાયું છે.

New Update
  • ભરૂચના નંદેલાવ ગામમાં વિકાસના કાર્યો

  • સીસી રોડનું કરવામાં આવ્યું નિર્માણ

  • રૂ.46 લાખનો ખર્ચ કરાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

  • ગામના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના વિવિધ ગામમાં વિકાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગ્રામ પંચાયતમાં રૂપિયા 46 લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરાયું છે.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. રોડની કામગીરી પૂર્ણ થઈ જતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક શાળા અને વડ ફળીયાને જોડતા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories