ભરૂચ જિલ્લામાં SIRની કામગીરી અંતર્ગત 1342 BLO દ્વારા 99.95 ટકા મતદારોનું મોબાઈલ વેરિફિકેશન પૂર્ણ

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી અંગે Special Intensive Revision (SIR) હેઠળની કામગીરી અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે...।

New Update
Mobile verification of voters
મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધી એટલે કે તા.૧૧મી ડિસેમ્બર સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી અંગે Special Intensive Revision (SIR) હેઠળની કામગીરી અંતર્ગત જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બુથ પર 01 (એક) બુથ લેવલ ઓફિસર (BLO) અને BLA-૨ ની નિમણૂંક કરી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ ૧૩૪૨ BLO દ્વારા આ સમગ્ર અભિયાન દરમિયાન દરેક મતદારોના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી બાદ તેનું ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મેગા કલેક્શન કેમ્પ પણ યોજાયા હતા. BLO APP મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા ૯૯.૯૬ ટકા આજદિન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તા. ૧૧ મી ડિસેમ્બર છેલ્લો દિવસ હોય કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થાય તે માટેના પગલાં લેવાઈ રહ્યાં છે.  
Latest Stories