નર્મદા : માલસામોટમાં રૂરલ ઇકો ટુરિઝમ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્તમાં MLA ચૈતર વસાવાએ કર્યા શાબ્દિક પ્રહાર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ

New Update

દેડિયાપાડાના માલસામોટ ગામે યોજાયો વિશેષ કાર્યક્રમ

ઇકો ટુરિઝમ પ્રોજેક્ટનું કરાયુ ખાતમુહૂર્ત 

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

MLA ચૈતર વસાવાના શાબ્દિક પ્રહાર 

મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં પડ્યો સોંપો 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણક્લાઈમેટ ચેન્જજળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારબાદ રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી,પૂર્વ મંત્રી મોતી વસાવાચૂંટાયેલા જન પ્રતિનિધીઓવન વિભાગના અધિકારીઓશાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

તબક્કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આત્મવિશ્વાસ અને પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.મંત્રી મુકેશ પટેલસાંસદ મનસુખ વસાવાધારાસભ્ય દર્શના દેશમુખની હાજરીમા વન અધિકારીઓને મંચ પરથી ખખડાવ્યા હતા.ચૈતર વસાવાના શાબ્દિક પ્રહારોથી મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં સોંપો પડી ગયો હતો.

Latest Stories