ટીલીપાડામાં ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ
આપના કાર્યકરો ભાજપમાં જોડાયા
550થી વધુ કાર્યકર્તાઓનો ભાજપમાં પ્રવેશ
આપના કાર્યકર્તાઓના પક્ષ પલટાથી ખળભળાટ
ચૈતર વસાવા વિરુદ્ધ હાઈ હાઈના લાગ્યા નારા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે ભાજપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 550થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના 550થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટ્યા છે,ત્યારે બીજી તરફ એમના જ મત વિસ્તારમાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાતા રાજ્યકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો,વધુમાં મહિલાઓએ ચૈતર વસાવા વિરુદ્ધ હાઈ હાઈ પણ બોલાવી હતી.