ભરૂચ: IAOH દ્વારા રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી

એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ- IAOH અંકલેશ્વર ભરૂચ શાખા  અને વોર્ડવિઝાર્ડ હેલ્થકેર લિમિટેડ હોસ્પિટલના સહયોગથી રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી

New Update
  • ભરૂચમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

  • IAOH દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી 

  • ઉદ્યોગોમાં કામ કરતા તબીબો રહ્યા ઉપસ્થિત

  • ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આયોજન

ભરૂચના કોલેજ રોડ પર આવેલ હોટલ હયાત ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ- IAOH દ્વારા રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કોલેજ રોડ પર આવેલ હોટલ હયાત ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ- IAOH અંકલેશ્વર ભરૂચ શાખા  અને વોર્ડવિઝાર્ડ હેલ્થકેર લિમિટેડ હોસ્પિટલના સહયોગથી રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં IAOHના પ્રેસિડેન્ટ ડોક્ટર મહીનાથ મિશ્રા, બ્રાન્ચ સેક્રેટરી મેહુલ રેહવર તથા ઉદ્યોગોમાં કામ કરતા 50થી વધારે તબીબોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીમાં  નેશનલ પ્રેસિડન્ટ ડોક્ટર કિશોર પરીખ, વડોદરા આઇએઓએચ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર જગદીશ કામત તથા હોસ્પિટલના ડોક્ટર આદિત્ય સુધાકર,ડોક્ટર મિલન પંચાલ સહિતના તબીબો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories