નેત્રંગ: ધોધમાર વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ગામોની સાંસદે મુલાકાત કરી

ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ યાલ ગામે તુટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું,ભારે વરસાદમાં મોવી-ડેડીયાપાડા વચ્ચે યાલ ગામોનો પુલ તુટી પડ્યો હતો

New Update

ભારે વરસાદમાં મોવી-ડેડીયાપાડા વચ્ચે યાલ ગામોનો પુલ તુટી પડ્યો

વાહન વ્યવહાર સદંતર બંધ કરાયો

વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી

સાંસદ અને ધારાસભ્યએ તુટી ગયેલા પુલનું નિરીક્ષણ કર્ય

નેત્રંગ તાલુકામાં ૬ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ થતાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવતા નેત્રંગ ટાઉનના જીન બજાર,ગાંધી બજાર અને જુના નેત્રંગ અને ગામે-ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરો માં વરસાદી પાણી ઘુસી ગયા હતા.અને રસ્તાનું ભારે ધોવાણ થયું હતું.નેત્રંગ તાલુકાની સીમ માંથી પસાર થતી અમરાવતી,ટોકરી,મધુવંતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલા ખેતરોનું ભારે ધોવાણ થયું હતું.

નેત્રંગ તાલુકાના મોવા થી ડેડીયાપાડા રસ્તા પર આવેલા યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો,અને વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી હતી.તેવા સંજોગોમાં ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ યાલ ગામે તુટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું હતું.સાંસદ મનસુખભાઇ વસાવાએનેત્રંગ તાલુકાના આંજોલી,રામકોટ અને ડેડીયાપાડા તાલુકાના કુટલીપાડા,કોલીવાડા,પનગામ અને યાલ ગામના વિદ્યાર્થીઓને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનોના કરવો પડે તેના અનુસંધાને ક્ષતિગ્રસ્ત માર્ગનું મિશન મોડમાં સમારકામ કાર્ય શરૂ કરવાની સુચના આપી હતી.જે ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના રાયસીંગભાઈ વસાવા,મહામંત્રી નિર્મળભાઈ દોશી,ગૌતમભાઈ વસાવા,મગનભાઇ વસાવા અને સરપંચ-આગેવાનો જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.