નેત્રંગ: ધોધમાર વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ગામોની સાંસદે મુલાકાત કરી

ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ યાલ ગામે તુટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું,ભારે વરસાદમાં મોવી-ડેડીયાપાડા વચ્ચે યાલ ગામોનો પુલ તુટી પડ્યો હતો

New Update

ભારે વરસાદમાં મોવી-ડેડીયાપાડા વચ્ચે યાલ ગામોનો પુલ તુટી પડ્યો

વાહન વ્યવહાર સદંતર બંધ કરાયો

વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી

સાંસદ અને ધારાસભ્યએ તુટી ગયેલા પુલનું નિરીક્ષણ કર્ય

નેત્રંગ તાલુકામાં ૬ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ થતાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવતા નેત્રંગ ટાઉનના જીન બજાર,ગાંધી બજાર અને જુના નેત્રંગ અને ગામે-ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરો માં વરસાદી પાણી ઘુસી ગયા હતા.અને રસ્તાનું ભારે ધોવાણ થયું હતું.નેત્રંગ તાલુકાની સીમ માંથી પસાર થતી અમરાવતી,ટોકરી,મધુવંતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલા ખેતરોનું ભારે ધોવાણ થયું હતું.

નેત્રંગ તાલુકાના મોવા થી ડેડીયાપાડા રસ્તા પર આવેલા યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો,અને વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી હતી.તેવા સંજોગોમાં ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ યાલ ગામે તુટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું હતું.સાંસદ મનસુખભાઇ વસાવાએ  નેત્રંગ તાલુકાના આંજોલી,રામકોટ અને ડેડીયાપાડા તાલુકાના કુટલીપાડા,કોલીવાડા,પનગામ અને યાલ ગામના વિદ્યાર્થીઓને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનોના કરવો પડે તેના અનુસંધાને ક્ષતિગ્રસ્ત માર્ગનું મિશન મોડમાં સમારકામ કાર્ય શરૂ કરવાની સુચના આપી હતી.જે ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના રાયસીંગભાઈ વસાવા,મહામંત્રી નિર્મળભાઈ દોશી,ગૌતમભાઈ વસાવા,મગનભાઇ વસાવા અને સરપંચ-આગેવાનો જોડાયા હતા.

#નેત્રંગ
Here are a few more articles:
Read the Next Article