જંબુસર તાલુકામાં નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ,ખેડૂતોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન પત્ર

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નીલ ગાય અને જંગલી ભૂંડ ખેડૂતો માટે સરદર્દ બની ગયા છે, ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

New Update
vlcsnap-2024-08-01-17h49m39s808

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નીલ ગાય અને જંગલી ભૂંડ ખેડૂતો માટે સરદર્દ બની ગયા છે, ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જંબુસર તાલુકાના માલપુર, ઝામડી, દેવલા, ભડકોદ્રા, નાડા, ટંકારી, ઇસ્લામપુર જયા હજુ નહેરના પાણી પહોંચ્યા નથી અને બહોળો ખેડૂત વર્ગ આકાશી ખેતી પર નિર્ભર હોય છે, તેમના માથે સંકટના વાદળો ઘેર હોય તેવી લાગણી ખેડૂત વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાંજ મેઘાની મહેરથી ખેતરોમાં મોંઘા બિયારણ લાવી ખેડુતોએ વાવણી કરી છે, પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ વધુ થતાં કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે. તો કેટલાક ખેતરમાં ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી ઉગેલા છોડ નિષ્ફળ જતા ખેડૂત વર્ગને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. આજરોજ પોતાના ખેડૂત વર્ગના પ્રશ્નોને વાચા આપવા માટે બારા વિભાગના ખેડુતોએ  ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી પાકને કાયમી રીતે બચાવી ઉકેલ લાવવા માટે પ્રાંત અધિકારીને  આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Latest Stories