/connect-gujarat/media/media_files/2025/12/11/mixcollage-11-dec-2025-09-04-pm-3884-2025-12-11-21-06-03.jpg)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકાની સૂચનાઓનું પાલન નહીં કરનાર 146 દુકાનદારો-લારી ધારકોને સ્થળ ઉપર નોટિસ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચી નાકાથી એશીયાડ નગર સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલ દુકાનો તેમજ ચૌટાનાકાથી ગડખોલ જતા ઓવરબ્રિજ સુધીના માર્ગ પર આવેલ દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા, દુકાનમાં ફરજીયાત ડસ્ટબિન રાખવા તેમજ 120 માઇક્રોનથી પાતળા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા, સેનેટરી ઇન્સ્પેકટર રઘુવિરસિંહ મહીડાની ઉપસ્થિતિમાં સેનીટેશન સુપરવાઈઝરોની ટીમ દ્વારા રૂબરૂમાં સ્થળ પર જઈને તાકીદ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા વિસ્તારના દુકાનદારો-લારી ધારકો, પાથરણા વાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ-1963ની કલમ-192 હેઠળ કુલ 146 લોકોને નોટિસ આપવામાં આવી હતી. જોકે, હવે આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે, લારીવાળા આપેલ સૂચનાઓનું પાલન નહીં કરે તો અંકલેશ્વર નગરપાલિકાના સેનીટેશન સુપરવાઈઝર દ્વારા જે તે વ્યક્તિ પાસેથી સ્થળ પર દંડ (વહીવટી ચાર્જ) વસુલ કરવામાં આવશે, તેમ જણાવાયું છે.