New Update
આધ્યાત્મિક ગુરુ સત્ય સાઈ બાબાની જન્મ જયંતીની ઉજવણી
100મી જન્મ જયંતીએ માનવ સેવા અને આધ્યાત્મિકતાનો સંદેશ
આંધ્રપ્રદેશથી દેશભરમાં નીકળ્યા 5 જેટલા માનવ કલ્યાણ રથ
જુના તવરા ગામે માનવ કલ્યાણ રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના અનુયાયી-ગ્રામજનોની ઉપસ્થિતી
શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં આંધ્રપ્રદેશથી એક સાથે 5 રથ માનવ સેવા અને આધ્યાત્મિકતાનો સંદેશો આપવા દેશભરમાં ભ્રમણ કરી રહ્યો છે, ત્યારે ‘માનવ કલ્યાણ રથ’ ભરૂચના જુના તવરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું, જ્યાં આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતી નિમિત્તે માનવ સેવા અને આધ્યાત્મિકતાના સંદેશાની લહેરો જનજન સુધી પહોંચડવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના અનુયાયી ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.