-
હિન્દુ સંસ્કૃતિને જાણવી રાખતી શહેરની પરમ સુખ ગુરુકુળ
-
પરમ સુખ ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન
-
વર્ષના છેલ્લા દિવસે કરાયા હનુમાન ચાલીસા સામૂહિક પાઠ
-
સામૂહિક પાઠ કરી 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી
-
મોટી સંખ્યામાં શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
સુરત શહેરના પરમ સુખ ગુરુકુળ દ્વારા હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરી 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અનેક ઉતાર-ચડાવ વચ્ચે પસાર થયેલા 2024ને ગુડબાય કહેવા અને 2025ના વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરના પરમ સુખ ગુરુકુળ દ્વારા 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જ્યાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરી વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામૂહિક હનુમાન ચાલીસા પાઠમાં જોડાયા હતા. આપણી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માટે પરમ સુખ ગુરુકુળ દ્વારા હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કેમ્પસ ડિરેક્ટરે જણાવ્યુ હતું.