/connect-gujarat/media/media_files/2025/08/29/mixcollage-29-aug-2025-08-27-pm-4574-2025-08-29-20-28-59.jpg)
ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી એલ.ચૌધરી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જંબુસર પી.આઈ વી કે ભુતીયા, આર.એલ.ખટાણા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
જંબુસરમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી. જંબુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું. આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરવા અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવ્યું હતું. જે અંતર્ગત જંબુસર આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને એકતા ને ભાઈચારાથી ઉજવવાની ખાતરી આપી હતી.
સદર બેઠકમાં અગ્રણીઓ મનનભાઈ પટેલ,ભૂપેન્દ્રભાઈ પંચાલ, શાકીરભાઇ મલેક,સંતુભાઈ ચોકસી,ઇરફાન પટેલ,અનવર બાપુ, શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, ભુરીયા બાપુ, અતુલભાઇ કોરાવાલા,યુસુફખા પઠાણ, મુન્નાભાઈ મલેક સહિત હાજર રહ્યા હતા.