ભરૂચમાં થયેલ મોપેડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો

ગુજરાત, સમાચાર, ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દીવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર

New Update
Bharuch

ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દીવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા શારૂ પોલીસ માણસોની અગલ-અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.જે અનુસંધાને પીએસઆઈ
ડી.એ.ઝાલા તેમની ટીમ સાથે તેમના વિસ્તારમાં કામગીરી હતાં. તે દરમિયાન માહિતી મળી હતી કે,બે દિવસ પહેલા શકિનાથ સર્કલ ખાતેથી એક એક્ટીવાની ચોરી થઈ હતી. આ એક્ટિવાની ચોરી લોઢવાડના ટેકરા ખાતે રહેતો અજય પટેલ નામના યુવકે કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ વ્યક્તિ હાલમાં લાલ કલરનો શર્ટ પહેરી એક નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ લઇને ધોળીકુઇ બજાર થઈ દાંડીયાબજાર મચ્છી માર્કેટ તરફ આવવાનો છે.જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાંડીયાબજાર મચ્છી માર્કેટ નજીક વોચમાં રહી માહિતીવાળો વ્યક્તિ આવતા તેને રોકી તેનું નામ થામ પૂછતાં અજય કમલેશભાઇ પટેલ રહે,લોઢવાડનો ટેકરો દાંડીયા બજાર હોવાનું જણાવ્યું હતું.તેને શક્તિનાથ સર્કલ ખાતેથી થયેલી ચોરી અંગે કડક પુછતાજ કરતા તેણે પાંચ દિવસ પહેલા 
શક્તિનાથ જલારામ ફુડકોર્ટ આગળથી એક કાળા કલરનું એક્ટીવા મોપેડ નં-GJ-16- CA-4670 ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે તેની પાસેથી એક એકસેસ મોપેડ કિ.રૂ.50, 000 અને એક ચોરીની એકટીવા કિં. રૂ.25,000 મોબાઈલ રૂ.500 મળીને કુલ રૂ.75,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Latest Stories