New Update
અંકલેશ્વર જીઆઇડીસીમાં વિરોધ
સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
બગીચાની જગ્યા શાકમાર્કેટ માટે ફાળવવાનો વિરોધ
તંત્રને આવેદનપત્ર પાઠવાયું
માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રંગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકો અને આગેવાનોએ તંત્રને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો.જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી.આ બગીચો વિસ્તારના રહેવાસીઓ,ખાસ કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો.
સાથે પર્યાવરણ સુધારવા આ બગીયાને વિકસાવવો જરૂરી હતો પરંતુ હાલમાં આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિક ભીડ,અવાજ પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દૃષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે.જેથી આ નિર્ણય પરત ખેંચી સ્થાનિકોને હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories