New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન
વોક ફોર પીસનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચના માતરીયા તળાવ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસ અંગેના જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રજાપિતા બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ, મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માતરીયા તળાવ ભરૂચ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેદાશ્વિતામુક્ત ગુજરાત કેમ્પ-૨, માતરીયા તળાવના યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા.જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈ એ રાજયોગ વિશેની માહિતી આપી હતી.
સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અમિતાદીદી, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમા પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોઓર્ડિનેટર બિનીતા પ્રજાપતિ, યોગ એક્સપર્ટ ભાવિની ઠાકર સહિત મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈબહેનો જોડાયા હતા.
Latest Stories