ભરૂચ: રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માંડોવી મિનરલ્સના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ જિલ્લાના રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માંડોવી મિનરલ્સના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.....

New Update
Mandovi Minerals

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી રોડ પર આવેલ માંડોવી મિનરલ્સના નામથી સિલિકાનો વોશિંગ પ્લાન્ટ આવેલ છે.જેના વિરોધમાં રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટ્રક માલિકો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજપારડી ગામના સ્થાનિક લોકો તથા આજુબાજુના ઝઘડીયા તાલુકાના આશરે 150થી વધારે ટ્રક માલિકો તથા 400થી વધુ ડ્રાઈવરો જોડાયેલ છે,અને તેઓ તેઓનુ ગુજરાન ચલાવી રહ્યા છે.

Mandovi Minerals

ઝઘડિયા તાલુકાની અંદર આશરે 100થી વધુ સિલિકા પ્લાન્ટો હાલ કાર્યરત છે,અને તેઓ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સહકાર આપી રહ્યા છે અને  સ્થાનિકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. તેમજ નક્કી કરેલ ભાવ આપી રહ્યા છે. પરંતુ જીએમડીસી રોડ પર આવેલ માંડવી મિનરલ્સ દ્વારા રાજપારડી સીલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ક્યારે સહમત થતા  નથી અને તેઓ સરકારના નિયમોનું ઉલંઘન કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અને માંડોવી મિનરલ સરકારના નીતિ નિયમ મુજબ તથા સરકારી વિભાગના માન્ય પ્રમાણપત્ર ધરાવે છે કે કેમ તેની તપાસ કરવા માટે આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Latest Stories