ભરૂચ: દહેજની એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સનું કરોડો રૂપિયાનું રો-મિટીરીયલ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું

New Update
ભરૂચની દહેજ જીઆઈડીસીમાં ATSના દરોડા
એલાયન્સ કંપનીમાં દરોડા
ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતુ રો મિટીરીયલ ઝડપાયું
કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
જથ્થો ચકાસણી અર્થે FSLમાં મોકલાયો
ભરૂચ જિલ્લામાં ફરી એક વાર ડ્રગસના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.ગુજરાત એ.ટી.એસ.એ દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાં દોરડા પાડી  ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો

ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હતું.

પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફ.એસ.એલ.માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે.આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગસ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગસના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.

Latest Stories