ભરૂચ: 37 કેન્દ્રો પર મહેસુલી તલાટી માટેની ભરતી પરીક્ષા યોજાય, પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાશે.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • 37 કેન્દ્રો પર આયોજન કરાયું

  • મહેસૂલી તલાટીની ભરતી પરીક્ષા યોજાય

  • 10 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા

  • પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત

ભરૂચ જિલ્લાના 37 કેન્દ્ર પર આજરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે રવિવાર, 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાશે.ભરૂચ જિલ્લાની વાત કરોએ તો  પરીક્ષા માટે જિલ્લામાં કુલ 10,842 ઉમેદવારો નોંધણી કરાવી છે. જે 37 અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. 33 શાળાઓ અને 4 કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે. કોઈ અનિતને બનાવના બને તે માટે પરીક્ષા કેન્દ્ર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે  દરેક ઉમેદવાર માટે આઇડી ચેકિંગ, મોબાઈલ ફોન ચેકિંગ, અને સ્માર્ટ વોચનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
Latest Stories