New Update
/connect-gujarat/media/media_files/2025/06/21/rickshaw-accident-2025-06-21-13-03-26.jpg)
ભરૂચના જંબુસર નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.ગેમલસંગ ઝવેરભાઈ ગોહિલ નામના વ્યક્તિ રીક્ષા લઇ ડોલીયા અને સરદારપુરા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગેમલસંગ ગોહિલને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ સેવાની મારફતે તાત્કાલિક સારવાર અર્થે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.