વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત
મૃતકના પરિવારજનોને આર્થિક સહાયરૂપે મદદ કરાય
જંબુસર-કહાનવા ગામે મૃતકના પરિજનોને ચેક અર્પણ
વડોદરા-સાવલીનાMLA કેતન ઈમાનદારની ઉપસ્થિતિ
મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી ચેક અર્પણ કર્યો
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુત્યુ પામેલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે મૃતકના પરિવારજનોને આર્થિક સહાયરૂપે વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈ-2025ના રોજ તૂટી પડતાં દુર્ઘટનામાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા જ વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેઓના પગારમાંથી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામના યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વખતસિંહ જાદવનું ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે બન્ને મૃતકોના પરિવારજનોને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક વિતરણ કાર્યક્રમ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા યુવા મોરચાના જયદીપ પરમાર, પ્રતાપસિંહ માધવસિંહ તેમજ કહાનવા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.