વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્ય
પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકો માટે સેવકાર્ય કરાયું
બાળકો સ્કૂલ કીટના વિતરણ થકી કરાયું સેવાકાર્ય
બેગ, ચોપડા, પેન અને પેન્સિલનું વિતરણ કરાયું
40 જેટલા લાભાર્થી બાળકોને મળ્યો સેવાનો લાભ
ભરૂચ જિલ્લામાં કાર્યરત વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકો માટે સ્કૂલ કીટના વિતરણ થકી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અને શહેરના આવેલા વર્લ્ડ વાઈડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડીસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષો વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ શહેરના બાયપાસ રોડ પર આવેલ વ્હાઇટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશનના ફૈઝલભાઈ, મહમ્મદભાઈ શીટલ, સોહેબભાઈ સનાબેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 40 જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ જેમાં બેગ, ચોપડા, બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપલ જાવેદ પટેલ, સંસ્થાના કાર્યકર ઇનાયત પટેલ, મુક્તિ જેનુલ આબુદ્દીન શેરપૂરી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.