/connect-gujarat/media/media_files/2025/02/22/mKJegoha8hBjvj9FKUjq.jpeg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવાર તા. ૨૨ના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનીમાં “વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી” અને આધુનીક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાયઁકારી પ્રમુખ ફીરોઝ મલેક, શાળાના પ્રમુખ નાઝુ ફડવાલા, પ્રાયમરી અને સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરીના આચાયઁ શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ, સ્કુલના શિક્ષકો દ્વારા રીબીન કાપી ખુલ્લુ મુકાયું હતું.
જેમાં પ્રી-પ્રાયમરી, પ્રાયમરી અને સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના શિક્ષકો કલાસ ટીચરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજુ કર્યા હતા.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે, તેની સમજ વિદ્યાર્થીઓને સ્કુલમાં ઉપસ્થીત મહેમાનોએ આપી હતી. વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનીક સી.વી.રમન દ્વારા ઇફેકટનું સંસોધન કરવામાં આવ્યુ હતું.
જેના લીધે દર વષેઁ તા. 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજાવાય છે, ત્યારે શાળા દ્વારા આજ રોજ વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલ વિજ્ઞાન ના મોડલ તૈયાર કરી વાલીઓની અને ઉપસ્થીત મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મોડેલની વિસ્તાર પુવઁકની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી. વાલીઓએ પણ આ પ્રદર્શનની ઉમળકાભેર મુલાકાત લઇ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવી પ્રોત્સાહિત કયાઁ હતા.
વિધ્યાથીઁઓ દ્વારા વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતીક કાયઁકમોનું પરફોમ કરી વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યતાની સમજ આપી હતી. જેમાં વૈજ્ઞાનીક ગીત પણ રજુ કરવામાં આવ્યું હતું.