New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ઝાડેશ્વર ગામમાં આયોજન
સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
વિવિધ યોજનાનો સ્થળ પર અપાયો લાભ
લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનસમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓ, દાખલા, આવક-જાતિ પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિતની સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અનેક અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ભોલાવ, હલદરવા, ઓસારા, વડદલા, લુવારા અને વગુસણા ગામોના ગ્રામજનોને ખાસ લાભ મળ્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,તાલુકા વિકાસ અધિકારી બી.બી રાઠોડ,ઝાડેશ્વર ગ્રામપંચાયતના સરપંચ કબીર વસાવા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories