New Update
/connect-gujarat/media/media_files/2025/12/13/whatsapp-image-2025-2025-12-13-09-41-24.jpeg)
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્ક સાથે ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો અને ડાયમંડ જડીત મુગટ ધરાવવામાં આવ્યો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 13-12-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્ક સાથે ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો અને ડાયમંડ જડીત મુગટ ધરાવવામાં આવ્યો છે.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે સાંજે 4:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Latest Stories