દીપક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજાયો
ડિસેમિનેશન સેમિનારનું કરાયું આયોજન
પ્રોજેક્ટ સંગાથ હેઠળ સેમિનારનું આયોજન
જિલ્લા વિકાસ અધિકારી રહ્યા ઉપસ્થિત
42 ગામના લાભાર્થીઓએ લીધો લાભ
ભરૂચ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો લોકોને મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળ સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ ‘સંગાથ' હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેની ઉપસ્થિતિમાં સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોમાં 13 હજારથી વધુ પરિવારોના 41 હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.જેમાંથી 1.10 લાખથી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા પૂરી પાડવામાં આવી છે,અને અંદાજીત 96 ટકા અરજીઓ સરકારી વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે,અને સ્કીમ લિન્કેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે રૂપિયા 624 કરોડથી વધુની રકમનો રોકડ,વસ્તુરૂપે તેમજ વીમાની યોજનાઓ દ્વારા લાભ મળી ચૂક્યો છે.