/connect-gujarat/media/media_files/2025/09/26/kabbadi-2025-09-26-17-30-14.jpg)
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ ઓક્સિલિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલી બોયઝ સ્ટેટ લેવલ SGFI કબડ્ડી ટુર્નામેન્ટ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું,અને આગામી સમયમાં આ ટીમ રાષ્ટ્રીય સ્તર પર રમવા માટે જશે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/26/sgfi-kabaddi-tournament-2025-09-26-17-30-40.jpg)
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ ઓક્સિલિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ એ અન્ડર-14 બોયઝ કબડ્ડી ટીમે ગર્વપૂર્વક ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષોની મહેનત અને નિષ્ઠા પછી, ખેલાડીઓએ ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચીને પ્રેરણાદાયી પ્રદર્શન કર્યું હતું.જોકે ગોલ્ડ મેડલ ચૂકી ગયા હોવા છતાં, ટીમે સિલ્વર મેડલ મેળવીને ગુજરાતમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું.
શાળા પરિવારે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા,તેમજ ટીમના કોચ આયઝ પટેલના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.