/connect-gujarat/media/media_files/2025/01/23/RKUZmB4YCl68cMnxBnjk.jpg)
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાત ખેલ મહાકુંભ 3.0 ભરૂચ જિલ્લા કક્ષા સ્પર્ધામાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ મેળવી પોતાના પરિવાર તેમજ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.જે માટે શાળાના આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ક્રીશા પરમારે ભરૂચ જિલ્લા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે,હવે તે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવશે. સાથે આજ શાળાના ધોરણ 8 Bમાં અભ્યાસ કરતો પરમાર એરિક કલ્પેશકુમાર લોન ટેનિસ અન્ડર 17માં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ડીસ્ટ્રીક લેવલમાં વિજય થઈ તારીખ 19 / 05 / 2024માં રાજ્યકક્ષાએ જઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું.
ત્યારબાદ (SGFI) સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત તારીખ 15/ 10 /2024 માં અંડર 17 માં લોન ટેનિસ સ્પર્ધામાં પણ બે વાર રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.આ સિવાય સોફ્ટ ટેનિસ તેમજ ટેબલ ટેનિસમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવારે આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.