/connect-gujarat/media/media_files/2025/09/04/varsad-2025-09-04-21-08-24.jpg)
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ ગાજવીજ સાથે અને 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે આવશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિવાય, બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે.આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર વધશે. આ આગાહી મુજબ, 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ યેલો એલર્ટ હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.