New Update
આજે તારીખ 1લી મે
વિશ્વ શ્રમિક દિવસની ઉજવણી
ભરૂચમાં 52 હજાર નોંધાયેલા શ્રમિકો
સરકાર દ્વારા શ્રમિકો માટે ચાલાવાય છે 18 યોજના
યોજનાઓ શ્રમિકો માટે લાભકારક
આજે વિશ્વ શ્રમિક દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઔદ્યોગિક વિકાસ માટે જાણીતો બનેલો ભરૂચ જિલ્લો રાજ્ય અને દેશના શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવેલા વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં દેશભરના હજારો શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે.
ગુજરાત સરકારના મકાન બોર્ડ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આવા શ્રમિકો માટે અનેક લોકલાભકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે.તેમા મકાન સહાય યોજના, આરોગ્ય સેવા યોજના, શિક્ષણ સહાય, મૃત્યુ સહાય અને વિવાહ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામગીરી કરી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં 18 યોજનાઓનો શ્રમિકોને માટે ચાલી રહી છે તેનો લાભ હાલમાં શ્રમિકો મેળવી રહ્યા છે. આજે વિશ્વ શ્રમિક દિવસે જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકો માટે સન્માન સમારોહ,આરોગ્ય કેમ્પ અને માહિતી મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.