ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલના ગેટ નીચે લોખંડના પાઇપમાં વૃદ્ધાનો પગ ફસાયો

ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે માર્ગ પર ભીનાશ જોવા મળી હતી.

New Update

ભરૂચ જિલ્લા કોર્ટના પાછળના ગેટ નજીક આવેલા લોખંડના પાઇપમાં એક વૃદ્ધાનો પગ ફસાઈ ગયો હતો. બનાવના પગલે પાલિકાના લાશ્કરોએ દોડી આવી સલામત રીતે વૃદ્ધાનો પગ બહાર કાઢ્યો હતો.

ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે માર્ગ પર ભીનાશ જોવા મળી હતી. આ સમયે એક વૃદ્ધા કોઈ કામ અર્થે જિલ્લા કોર્ટ ખાતે આવતા કોર્ટ સંકુલના પાછળના ગેટ પર લાગેલા લોખંડના પાઇપ પર પગ મુકતા વૃદ્ધાનો પગ અચાનક લાપસી ગયો હતોજ્યાં વૃદ્ધાના ઘૂંટણ સુધીનો પગ પાઈપમાં ફસાઈ ગયો હતો. આ સમયે વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં ત્યાંથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

પરતું પાઇપ ઘણા મજબૂત હોવાથી વૃદ્ધાનો પગને બહાર કાઢવો મુશ્કેલ બન્યું હતું. આ અંગે ત્યાં હાજર લોકોએ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ તેમની પાસે રહેલા અદ્ધતન સાધનો વડે ગણતરીના સમયમાં જ વૃદ્ધાનો પગ સલામત રીતે બહાર કાઢ્યો હતો. પરતું વૃદ્ધાને પગમાં ઇજાઓ પહોચી હોય તેવું જણાય આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories