અંકલેશ્વર: નવા પુનગામ નજીક કોલસી પાઉડર ભરેલ ટ્રક પલટી જતા દોડધામ, ટ્રક ચાલકનો બચાવ

નવા પુનગામ નજીક કોલસી પાઉડર ભરેલ એક હાઇવા ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો

New Update
truck
અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ પર નવા પુનગામ નજીક પાટિયા પાસેના ટર્નિંગ પર કોલસી પાઉડર ભરેલ એક હાઇવા ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માત બાદ ટ્રકમાં ભરેલ કોલસી રોડ સાઈડ પર તથા નજીકના ખેતર પાસે આવેલા વરસાદી કાંસમાં ઠલવાઈ જતા પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળી ગયો હતો. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હતી.પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોએ તાત્કાલિક જેસીબી મંગાવી કોલસી દૂર કરી અને પાણીનો રસ્તો ડાઈવર્ટ કર્યો હતો ત્યારબાદ ખેતરોમાં ભરાયેલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. સાથે જ પલટી ગયેલ હાઇવા ટ્રકને સીધી કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
Latest Stories